આજે ભારત-શ્રીલંકા વચ્ચે T-20 સીરિઝની ફાઈનલ ટક્કર, ટીમ ઈન્ડિયા નવા વર્ષની પ્રથમ સિરીઝની જીત માટે બેતાબ

આજે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે સીરિઝની ત્રીજી અને અંતિમ ટી-20 રમાશે અને સીરિઝની ફાઈનલ ટક્કરને લઈને ક્રિકેટ ફેન્સમાં પણ ઉત્સાહનો માહોલ છે. ટીમ ઈન્ડિયાએ વાનખેડેમાં જીત સાથે સીરિઝની શરૂઆત કરી હતી.

જોકે, પૂણેમાં ફાઈટબેક સાથે શ્રીલંકન ટીમે સીરિઝમાં બરાબરી કરી. એટલે કે આજે જીતનાર ટીમ સીરિઝ જીતી જશે. ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત પણ સીરિઝ જીત સાથે કરવા બેતાબ છે અને ગયા વર્ષે એશિયા કપ અને ટી-20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને ઘણા સવાલો ઉઠ્યા, જે બાદ શ્રીલંકા સામેની સીરિઝમાં રોહિત-કોહલી સહિતના સીનિયર્સને આરામ આપી પંડ્યાની કપ્તાનીમાં યુવા ટીમને ચાન્સ મળ્યો છે.

રાજકોટમાં ટીમ ઈન્ડિનો ટી-20 રેકોર્ડ શાનદાર રહ્યો છે. રાજકોટમાં રમાયેલી ચાર ટી-20માંથી ટીમ ઈન્ડિયાને ત્રણ જીત મળી છે. ગયા વર્ષે રાજકોટમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાએ મોટી જીત નોંધાવી હતી અને સીરિઝના બંને મુકાબલા રસાકસીથી ભરપૂર રહ્યાં છે અને અંતિમ મુકાબલામાં શ્રીલંકન ટીમે 200 પ્લસનો સ્કોર ખડક્યો હતો.

રાજકોટની વિકેટ પર બેટિંગ ટ્રેક છે અને અહીં પણ રનના ઢગલાં થાય તેવી શક્યતા છે. ખાસ તો ટોસ ઘણો મહત્વનો રહેશે કેમકે નાઈટ ગેમમાં ખંઢેરી સ્ટેડિયમમાં ડ્યુ ફેક્ટર ઘણું અસર કરે છે અને આજે ટોસ જીતનાર ટીમ ચેઝ કરવાનું વધારે પસંદ કરશે. અંતિમ બંને મુકાબલાની જેમ બંને ટીમના બેટિંગ ઓર્ડર ક્લીક થયા તો ગેમ હાઈસ્કોરિંગ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.