આ મહિને થનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની પહેલી સત્તાવાર મુલાકાત અને અમેરિકી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને તેમના સંબોધનના કાર્યક્રમ અંગે અમેરિકામાં રહેતા ભારતીયોમાં ઘણો ઉત્સાહ છે અને તેઓ આ કાર્યક્રમો જોવા અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને પ્રથમ સન્નારી જિલ બાઇડનના આમંત્રણથી જૂન ૨૧થી ૨૪ વચ્ચે વડાપ્રધાન મોદી અમેરિકામાં હશે અને ત્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને તેમાં પીઢ ઉદ્યોગ અગ્રણીઓ અને ઘણા કોમ્યુનિટી કાર્યક્રમોમાં ભાગ લેવાનો થશે. ઘણા લોકોએ મોદીની આ ઐતિહાસિક મુલાકાતના કાર્યક્રમો જોવા માટે અત્યારથી વૉશિંગ્ટન ડીસી જવા માટેની ટિકીટ બુક કરાવી લીધી છે. વ્હાઇટ હાઉસની સાઉથ લેન પર યોજાનારા સેરેમોનિયલ વેલકમનો કાર્યક્રમ જોવા માટે અમેરિકાભરમાંથી ભારતીય સમુદાયના પ૦૦૦ કરતા વધુ પીઢ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે ,જે વેલકમ કાર્યક્રમમાં ગન સેલ્યુટ અને પ્રમુખ બાઇડન તથા વડાપ્રધાન મોદી બંનેના સંબોધનનો સમાવેશ થાય છે. જીવનમાં એક વાર મળે તેવી તકથી લોકો ગૌરવ અનુભવે છે આ મુજબનું એક પીઢ ભારતીય અમેરિકન અગ્રણી ગીતેશ દેસાઇએ કહ્યું હતું.
વડાપ્રધાન મોદી પોતાના નવ વર્ષના કાર્યસમયમાં ત્રણ અમેરિકી પ્રમુખોના કાર્યકાળોમાં અમેરિકાની મુલાકાત લઇ ચુક્યા છે પરંતુ આ પ્રથમ વખત તેમને સત્તાવાર ભોજન સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને બીજી વાર તેઓ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. મોદીએ આ પહેલા ૨૦૧૬માં અમેરિકી સાંસદોને સંબોધન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.