ઈન્ડિયન મેડિકલ એસોસિયેશેને જાહેરાત કરી રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો રહેશે બંધ..

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને મોટી જાહેરાત કરી છે અને તેમાં રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ બંધ રહેશે તમે જણાવ્યું છે. તથા OPD, ઈમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે. તેમજ ગુજરાતમાં પહેલીવાર ઈમરજન્સી સારવાર બંધ થશે. તેમાં ફાયર NOC અને ICU નિયમો સહિત આદેશોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યભરમાં એક દિવસની હડતાળ છે અને જેમાં એકસાથે હજારો હોસ્પિટલો બંધ થશે. તથા ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરી રહ્યાં છે. રાજ્યમાં આ મોટી હડતાળના કારણે 30 હજારથી વધુ સર્જરી અટકી પડશે, એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી દર્દીઓને સરકારી હોસ્પિટલો તરફ જ વળવુ પડશે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUમાંથી ગ્લાસ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે અને સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.