મધદરિયે ફસાયેલાં 50 લોકોનું ઈન્ડિયન નેવીએ હેલિકોપ્ટર દ્વારા કર્યું રેસ્ક્યું.

બિપરજોયના લીધે દરિયો તોફાની બન્યો છે અને આ તોફાની દરિયામાં ઓઈલ ડ્રિલિંગ શિપશૂર નામના જહાજ પર 50 કર્મચારીઓ ફસાયા હતા. જે અંગેનો સંદેશો મળતાની સાથે જ ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું.

એમ તો, તોફાની દરિયાની વચ્ચેથી પણ કોસ્ટગાર્ડના જવાનોએ વહેલી સવાર સુધીમાં 50 જેટલા ફસાયેલા લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું અને તમામને સલામત રીતે દ્વારકા ખાતે લાવવામાં આવ્યા હતા. અત્રે તમને જણાવી દઈએ કે, વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને જખૌ વચ્ચેની જગ્યામાં તા.15મી જૂને ટકરાશે.

વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમોને મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.