ભારતીય માનક બ્યૂરોના અમદાવાદ શાખા કાર્યાલયના અધિકારીઓની એક ટુકડી દ્વારા તા. 19.01.2022ના રોજ ફેસ માસ્ક પર નકલી ISI માર્ક લગાવીને વેચવાવાળી એક કંપની મેસર્સ દ્વિજ હેલ્થકેર, C-10, મધુરમ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, વિશાલ ઈન્ડસ્ટ્રીઅલની પાછળ, ઓઢવ રોડ, ઓઢવ, અમદાવાદ-382415ના પર દરોજાની કાર્યવાહી કરી અને દરોડા દરમિયાન ફર્મની પાસેથી નકલી આઈએસઆઈ માર્ક લાગેલા 105000 ફેસ માસ્ક પ્રાપ્ત કરી જપ્ત કરવામાં આવ્યા.
ભારતીય માનક બ્યૂરોની પૂર્વ પરવાનગી વગર માનક માર્કનો ઉપયોગ કરવાવાળા વિરુદ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે અને આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે અને ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે અને કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોંડ, અમદાવાદ -380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo-2@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.