વિશ્વ આખું જ્યારે ક્લાયમેટ ચેન્જ સામે લડી રહ્યું છે ત્યારે ઇન્ડિયન આર્મીએ છેલ્લા 19 મહિના દરમિયાન સિયાચીન ગ્લેશિયર પરથી 130 ટન કરતાયે વધારે કચરો દૂર કર્યો છે.
ઇન્ડિયન આર્મીના સૂત્રોએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે સિયાચીન સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભારતીય સેનાએ જાન્યુઆરી 2018થી લઇને અત્યાર સુધીમાં 130 ટન કચરો દૂર કરવામાં સફળતા મેળવી છે, દુનિયાના સૌથી ઊંચાઇએ આવેલા યુદ્ધભૂમિ ગણાતા સિયાચીન ખાતે ભારતીય જવાનોની તૈનાતીના કારણે વર્ષોથી કચરો એકઠો થતો રહ્યો છે. એ સાથે જ ઇન્ડિયન આર્મીએ હવે સિયાચીન ખાતે તૈનાત થતા જવાનો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડ્યોર અમલમાં મૂકી છે. જે અંતર્ગત જવાનોએ બેઝ કેમ્પમાં પાછા ફરતી વખતે તેઓ પોતાની સાથે શક્ય એટલો કચરો પાછા લઇને આવશે.
ભારતીય સેના દ્વારા જે 130.14 ટન કચરો નીચે લાવવામાં આવ્યો છે એમાં 48.14 ટન નોન-બાયોડિગ્રેડેબલ કચરો છે જ્યારે 40 ટન કચરો પ્લાસ્ટિક અને કાચનો છે. ઉપરાંત 41.45 ટન ધાતુકચરો છે જેમાં દારુગોળાના ખાલી શેલનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.