ભારતીયો એ હવે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ તરફ વળ્યા.. તમે રોકાણનો આકંડો સાંભળશો એટલે કહેશો કે., અરે બાપ રે..

બિટકોઇનની કિંમત 50,000 ડોલર પાર થઈ જતાં દેશભરમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોનો ઉત્સાહ વધી રહ્યો છે. સોમવારે અને મંગળવારે ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ અને વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જમાં ભારતીય રોકાણકારોનાં ટ્રેડિંગ વોલ્યુમમાં ભારે વધારે નોંધાયો હતો.

ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ એક્સચેન્જ બાય પોઈન્ટનાં સીઈઓ કહે છે કે જો ભારતીય રોકાણકારો વાત કરીએ તો ક્રિપ્ટોની ખરીદીમાં પાછલા કેટલાંક દિવસોમાં તુલના એ ત્રણ ગણો વધારો થયો છે. જયારે ક્રિપ્ટોકરન્સીમાં વેચવાલીનાં મોરચે બે ગણો વધારો નોંધાયો છે.

અન્ય એક ક્રિપ્ટો ટ્રેડિંગ એક્સચેન્જનાં વડાનાં જણાવ્યા અનુસાર ક્રિપ્ટો ટ્રેડીંગ વોલ્યુમ વધવા માટે કોઈ એક કારણ જવાબદાર ગણી શકીએ છીએ. પાછલા કેટલાંક દિવસો દરમિયાન ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો થયો છે.

ક્રિપ્ટોકરન્સીમાં ૧.૫ કરોડ ભારતીય માત્ર અધધ રૂપિયા ૧૫,૦૦૦ કરોડનું રોકાણ કરી નાખું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.