રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્નનો છઠ્ઠો દિવસ છે. અને આ જંગ નો હજુ અંત આવી રહ્યો નથી. ત્યારે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પહોંચાડવા માટે ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. અને જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું છે, તેને લઈને યુક્રેનમાં ભારે સંકટની ઘટી આવી પડી છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે.અને ભારતીય નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ સતત કાર્યરત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.