ભારતની સૌથી પહેલી 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ, અભિનેતાનું નામ જાણી તમે પણ ચોંકી જશો!..

તમને જણાવી દઈએ કે, પહેલાના જમાનામાં, કોઈપણ ફિલ્મની હિટ અને સુપરહિટની ઓળખ થિયેટરમાં તેના 25 અઠવાડિયા, 50 અઠવાડિયા અથવા 75 અઠવાડિયા પછી થતી હતી, પરંતુ વર્તમાનમાં ફિલ્મની સફળતાને માપવાની એક નવી રીત છે જે છે – 100 કરોડ ક્લબ.

 

100 કરોડ ક્લબ એ કમાણી માપવાનો એક અનોફીશીયલ માર્ગ છે, મોટા સ્ટાર્સ અને દિગ્દર્શકો પણ તેમની ફિલ્મોની સફળતા આ પદ્ધતિ દ્વારા માપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 100 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ ત્રણ દાયકા પહેલા રિલીઝ થઈ હતી.

 

વિશ્વમાં 100 કરોડનો બિઝનેસ કરનાર પહેલી ફિલ્મ 1982માં રિલીઝ થયેલી ‘ડિસ્કો ડાન્સર’ હતી. આ ફિલ્મમાં જ્યારે મિથુન ચક્રવર્તી, સોનેરી, ચમકદાર કપડાંમાં ડિસ્કોની ધૂન પર ડાન્સ કરતો ત્યારે છોકરીઓ બેહોશ થઈ જતી હતી. છોકરાઓ પાગલ થઈ જતા હતા. બાબર શાહ ‘ડિસ્કો ડાન્સર’ના દિગ્દર્શક હતા અને તેની સ્ટોરી રાહી માસૂમ રઝાએ દ્વારા લખાણી હતી. આ ફિલ્મે રશિયાની બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કર્યો હતો અને ત્યાંથી 90 કરોડનો બિઝનેસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.