ખુબ જ ટુંકાગાળામાં દુનિયાના ધનિકોની યાદીમાં સ્થાન મેળવનાર અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીએ દેશની અગ્રણી મરીન કંપનીની ખરીદી લીધી છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની ગ્રૂપ કંપની અદાણી પોર્ટ્સે Ocean Sparkle ના હસ્તાંતરણની જાહેરાત કરી છે.અને અદાણીની કંપની Ocean Sparkleનો 100 ટકા હિસ્સો ખરીદશે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ Ocean Sparkleનો 100 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો છે,જે ભારતની અગ્રણી થર્ડ પાર્ટી મરીન સર્વિસ પ્રોવાઈડર છે. APSEZ એ તેની પેટાકંપની અદાણી હાર્બર સર્વિસીસ દ્વારા રૂ. 1,530 કરોડમાં હસ્તગત કરી છે. અને કંપનીએ આ ડીલ મરીન સર્વિસ સેગમેન્ટમાં પોતાની હાજરી વધારવાની વ્યૂહરચના અનુસાર કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ આ ટ્રાન્ઝેકશન એક મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. કંપનીએ BSEને જાણ કરી હતી કે APSEZ-OSLમાં 75 ટકા હિસ્સા માટે રૂ. 1,135.30 કરોડ ચૂકવશે. આ સાથે, APSEZ OSLમાં 24.31 ટકા હિસ્સાના પરોક્ષ સંપાદન માટે રૂ. 394.87 કરોડ ચૂકવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.