કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં આયર્લેન્ડ સામેની પ્રથમ ટી-20 માં ભારતનો વિજય…

IND vs IRE T20 સિરીઝની પહેલી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળની પહેલી જ મેચમાં ભારતનાં સ્ટાર ક્રિકેટર્સ ચમક્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો તેમજ બે મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે લગભગ અઢી કલાક બાદ મેચ શરૂ થઈ હતી અને અમ્પાયરોએ ઓવરો કાપીને મેચ 12-12 ઓવરની કરી હતી.

હાર્દિક પંડયાએ આજની મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં સાઉથ આફ્રિકા સામે કેપ્ટન રિષભ પંત ટોસ હર્યો હતો. પણ હાર્દિક અહીં નસીબદાસ સાબિત થયો હતો. હાર્દિક ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં ટોસ જીત્યો હતો. અને ટીમને પણ જીત અપાવી હતી.પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 12 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા અને હેરી ટેક્ટરે શાનદાર બેટિંગ કરતા અણનમ 64 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 12 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા અને હેરી ટેક્ટરે શાનદાર બેટિંગ કરતા અણનમ 64 રન બનાવ્યા હતા.જવાબમાં ભારતીય ટીમે 9.2 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દીપક હુડા 29 બોલમાં 47 રન અને દિનેશ કાર્તિક 4 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને સિરીઝની આગામી મેચ મંગળવારે રમાશે અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તેનાં શાનદાર સ્પેલ દરમિયાન માત્ર 11 રન આપીને એક વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.