નિર્ભયાની માતા આશા દેવીએ વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા ઈન્દિરા જયસિંહ વિરુદ્ધ અભિનેત્રી કંગના રોનોટે આપેલા નિવેદનનું સમર્થન કર્યું છે. તેઓએ ઈન્દિરા જયસિંહના નિવેદનને ઘૃણાસ્પદ ગણાવ્યું છે. આશા દેવીએ કહ્યું કે હું મા છું, પરંતુ હું મહાન બનવા નથી માંગતી. તેઓએ વકીલ ઈન્દિરા જયસિંહ તરફ ઈશારો કરતાં કહ્યું કે આ લોકો માનવ અધિકારોના નામે માત્ર વેપાર કરે છે અને ગુનેગારોને બચાવે છે.
ઉલ્લેખનીય છે કે બોલકી કંગના રાનોટે વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહના એક નિવેદન પર આક્રોશ ઠાલવ્યો હતો. તેણે કહ્યું કે ઇન્દિરા જયસિંહ જેવી સ્ત્રીઓની કૂખેથી બળાત્કારી પેદા થાય છે. આવી સ્ત્રીઓને બળાત્કારીઓની સાથે 4 દિવસ જેલમાં રાખવા જોઇએ. જો કે વાત એમ છે કે થોડાંક દિવસ પહેલાં ઇન્દિરાએ નિર્ભયાના માતા આશા દેવીને અપીલ કરી હતી કે તેમણે દોષિતોને માફ કરી દેવા જોઇએ.
કંગનાએ કરી આ વાત
જયસિંહના આ નિવેદન પર નિર્ભયાના માતા ભડકયા હતા. આ દરમ્યાન કંગનાએ વકીલ ઈન્દિરા જયસિંહની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. કંગનાએ કહ્યું હતું કે ઈન્દિરા જયસિંહ જેવી મહિલાઓના કૂખેથી બળાત્કારી જન્મે છે. આવી મહિલાઓને બળાત્કારીઓની સાથે 4 દિવસ જેલમાં રાખવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.