જોધપુરના સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગથી હડકંપ મચી ગયો હતો. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાને ટ્રેનિંગ સેન્ટરમાં ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને મળતી વિગતો અનુસાર જોઈએ તો, આ જવાન કોઈ વાતને લઈને નારાજ છે અને તેના કારણે તેણે ફાયરિંગ કર્યું હતું.
કહેવાય છે કે, આ જવાને ખુદ અને પોતાની પત્ની સહિત બાળકોને એક રૂમમાં બંધ કરી લીધા છે. ત્યાર બાદ તેણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. હકીકતમાં જ્યારે પણ કોઈ જવાન તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરતા અને ત્યારે તે હવાઈ ફાયરિંગ કરીને ડર ઊભો કરતો. જવાનની સાથે રૂમની અંદર તેની પત્ની અને દિકરી પણ હાજર છે.
ડીસીપી, જોધપુર ઈસ્ટ, અમૃતા દુહાને જણાવ્યું છે કે, સીઆરપીએફના એક કોન્સ્ટેબલે ટ્રેનિંગ સેન્ટરમાં આવેલા પોતાના ઘરમાં બંધ કરી દીધા છે. તેની સાથે તેમનો પરિવાર પણ છે. ત્યાર બાદ તેણે ત્યાં ફાયરિંગ શરૂ કરી દીધું છે. જ્યારે પણ કોઈ તેની સાથે વાત કરવાની કોશિશ કરતા ત્યારે તે ફાયરિંગ કરતો હતો અને હાલમાં એ જાણવા નથી મળ્યું કે, આ જવાન શા માટે આવું પગલુ ભરી રહ્યો છે. તેને સમજાવવાની કોશિશ થઈ રહી છે, અને રૂમ બહાર આવવાનું કહેવામાં આવી રહ્યું છે.
મોડી રાત સુધી આ ફાયરિંગના કારણે હડકંપ મચી ગયો હતો. ફ્લેટની અંદર પણ જવાન ક્યારેક ક્યારેક હથિયાર લઈને બાલ્કનીમાં આવી જતો હતો. આ જવાનને કાબૂમાં કરવાની કોશિશ થઈ રહી છે અને ઘટનાસ્થળ પર અન્ય જવાનોના પરિવારના લોકોને પણ બોલાવ્યા, કહેવાય છે કે, આ સીઆરપીએફ જવાનું નામ નરેશ જાટ છે. નરેશ મૂળ તો રાજસ્થાનનો જ પાલી જિલ્લાનો રહેવાસી છે.
લગભગ 3 વર્ષથી તે જોધપુર સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં તૈનાત હતો. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે, નરેશને દારૂ પીવાની આદત છે. તેવો સ્વભાવ ગુસ્સાવાળો છે. એવું પણ કહેવાય છે કે, કેટલાય દિવસથી રજા ન મળવાના કારણે તે પરેશાન હતો અને રજાને લઈને DIG સાથે વિવાદની વાત પણ સામે આવી હતી. મોડી રાતે તેણે પત્ની અને બાળકોને બંધક બનાવી લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.