દેશમાં સતત બીજા દિવસે પણ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરવાની ઘટના બની છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા માટે હિંદપીઢી નામના વિસ્તારમાં ગયા હતા. ઈન્ડોનેશિયાથી આવેલી આવેલી આ મહિલા પોઝિટિવ હોવાની જાણકારી સ્વાસ્થ્ય વિભાગને મળ્યા બાદ તેમણે કર્મચારીઓની ટીમ મોકલી હતી. કારણકે મહિલા સારવાર કરવાની જગ્યાએ છુપાઈ રહી હતી.
જોકે અહીંયા સ્થાનિક લોકોએ આ ટીમ પર લાકડીઓ અને ડંડાઓ વડે હુમલો કરી દેતા દોડધામ મચી ગઈ હતી.
આ પહેલા ઈન્દોરમાં ડોક્ટરો પર હુમલો થયો હતો. આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.