ઈન્ડસ્ટ્રીને ઝડપથી કામ કરવું પડશે,1 એપ્રિલ 2021થી ઈ ઈનવોઈસ જનરેટ કરવાના રહેશે

કેન્દ્ર સરકારે 500 કરોડ અને 100 કરોડ રુપિયાથી વધારે વ્યવસાય કરનારી કંપનીઓને બાદ કરતા 50 કરોડ રુપિયાથી વધારે ટર્નઓવર કરનારા માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડમાં ઈ- ઈનવોયસ જનરેટ કરવાને ફરજિયાત કરી દીધું છે.

જીએસટી કાયદા હેઠળ બીટુબી લેવળદેવળ માટે 1 ઓક્ટોબર 2020થી 500 કરોડ અને 1 જાન્યુઆરી 2021એ 100 કરોડથી વધારે વ્યવસાય કરનારી કંપની માટે ઈ- ઈનવોયસિંગ ફરજિયાત કરી દીધી હતી.

કેવી રીતે જનરેટ કરી શકાય છે ઈ- ઈનવોઈસ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ તરફથી જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે 50 કરોડ રુપિયાથી વધારે ટર્નઓવર વાળી કંપનીઓને 1 એપ્રિલ 2021થી ઈ ઈનવોઈસ જનરેટ કરવાના રહેશે

આઈઆરપી ઈનવોઈસમાં આપવામાં આવેલી જાણકારી સત્યાપન કરે છે. પછી એક વિશિષ્ટ ઈનવોઈસ રિફરેન્સ નંબર (આઈએરએન)ના ક્યૂઆર કોડની સાથે ડિજિટલ હસ્તાક્ષર કરી ટેક્સપેયર્સની પાસે ઈનવોઈસ પાછું મોકલે છે

 

અર્નસ્ટ એન્ડ યંગ(ઈવાય)ના ટેક્સ પાર્ટનક અભિષેક જૈનને કહ્યું કે 50 કરોડ રુપિયાથી વધારે ટર્નઓવરવાળા વ્યવસાયો માટે ઈ- ઈનવોઈસિંગને 1 એપ્રિલ 2021થી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર ડિજિટલાઈઝેશનના ક્ષેત્રમાં ઝડપથી વિસ્તાર કરવા ઈચ્છે છે. સાથે તેમણે કહ્યું કે સીમિત સમયથી બચવાના કારણે આ સેગમેન્ટમાં ઈન્ડસ્ટ્રીના લોકોને ઝડપથી આઈટી અને પ્રોસેસમાં ફેરફાર માટે કામ કરવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.