દરેક નોકરી કરનાર કર્મચારી વર્ષભર એક જ રાહમાં હોય છે કે, તેનો પગાર વર્ષમાં એકવાર તો જરૂર વધશે., પણ જો વર્ષમાં બે વખત પગારમાં વધારો કરવામાં આવે તો? એટલે કે દર 6 મહિને જો તમને પગાર વધારો મળે તો તમે શું કહેશો? ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરનાર કોઈપણ કર્મચારી માટે તે એક સરપ્રાઈઝ ગિફ્ટ કે દિવાળી ગિફ્ટ જેવું જ છે.
કેન્દ્ર સરકાર મોંઘવારીને અંકુશમાં લેવા માટે એક પ્લાન તૈયાર કરી રહી છે. જે હેઠળ કર્મચારીઓ પર વધતી મોંઘવારીનો ભાર ઓછો કરવા માટે નવા મોંઘવારી ઈન્ડેક્સ પ્રમાણે પગારમાં વધારો કરવામાં આવશે. નિયમ પ્રમાણે ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરનાર લગભગ 3 કરોડ કર્મચારીઓની સેલરી મોંઘવારી વધવાના હિસાબથી દર 6 મહિનામાં વધશે. જેના કારણે કર્મચારીઓ પર વધતી મોંઘવારીની અસર ઓછી થશે. એક ન્યુઝપેપરનાં રિપોર્ટ પ્રમાણે સરકારની એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીઓ માટે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ સાથે સંકળાયેલ એક નવો આધાર નક્કી કર્યો છે, જેમાં મોંઘવારી ભથ્થું આ ઈન્ડેક્સ સાથે સંકળાયેલું હશે.
જણાવી દઈએ કે, ગત મહિને 27 તારીખે મુખ્ય શ્રમ એવમ રોજગાર સલાહકારની આગેવાનીમાં એક મહત્વપુર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરના કર્મચારીઓ માટે એક નવી સીરિઝનાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સને મંજૂરી આપવામાં આવી છે. તે માટે વર્ષ 2016ને આધાર બનાવવામાં આવ્યો છે. મોદી સરકારનાં આ નિર્ણયથી ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં કામ કરતાં 3 કરોડ કર્મચારીઓને ફાયદો મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.