ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને તેમના પતિ આનંદ પીરામલ આજે તેમના જોડિયા બાળકો સાથે પ્રથમ વખત યુએસથી ભારત આવ્યા હતા અને અહી ખાસ વાત એ છે કે 19 નવેમ્બર 2022ના રોજ ઈશા અંબાણીએ પોતાના 2 નાના બાળકોને જન્મ આપ્યો હતો. બાળકો હવે એક મહિનાના થઈ ગયા હોવાથી, ઈશા અંબાણી અને આનંદ પીરામલ તેમના ટ્વિન્સ આદ્યા અને કૃષ્ણા સાથે મુંબઈ પહોંચ્યા.
આપને જણાવી દઈએ કે ઈશા અને તેના જોડિયા બાળકોને કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા છે. આ ફ્લાઈટ કતારના નેતાએ ઉડાવી હતી, જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી. આ તમામ ઈશા અને બાળકોને તેમની દેખરેખ હેઠળ મુંબઈ લઈ આવ્યા છે.
ડોકટરોની ટીમની સાથે અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ નિષ્ણાત ડો.ટીમ ગીબ્સન પણ હતા. આ બે બાળકો પ્લેનમાં સુરક્ષિત છે તેની ખાતરી કરવાનું તેમનું કામ હતું અને આ બધાની સાથે 8 પ્રશિક્ષિત આયાઓને યુએસએથી મુંબઈ લાવવામાં આવી છે. આ તમામ ઈશા અને બાળકો સાથે ભારતમાં રહેશે.
અંબાણી અને પીરામલ પરિવાર દ્વારા નવજાત શિશુનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેઓ યુએસથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં પ્રથમ વખત મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ અવસર પર અંબાણી પરિવાર 300 કિલો સોનું દાન કરશે. આ સિવાય આ બંને બાળકો ડોલ્સે એન્ડ ગબ્બાના, ગુચી અને લોરો પિયાના જેવી વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડના કપડાં પહેરશે અને એટલું જ નહીં, BMW એ કારની સીટમાં પણ બાળકોના હિસાબે ફેરફાર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.