લગ્નોમાં મોંધવારીની અસર વર્તાઈ , ચણિયાચોળી તેમજ શેરવાની ખરીદવાનો ટ્રેન્ડ ગયો , આવ્યો નવો ટ્રેન્ડ

દેવઉઠી એકાદશીની (DEVUTHI EKADASHI) સાથે જ શહેરમાં લગ્નની મોસમ (WEDDING SEASON) જામી છે. ગયા વર્ષે કોરોના (CORONA) ના કારણે ઘણા ખરા લોકો એ લગ્ન ઓછા લોકોના હતા ઘણા લોકોએ મુલતવી રાખ્યા હતા. તો હવે કમુરતાં પૂરાં થતાં લોકો લગ્નની તૈયારીમાં લાગી ગયાં છે. જેનાં કારણે હવે લોકો ચણિયાચોળી (CHANIYACHOLI) લેવાનું ટાળતાં હોય તેવું લાગી રહ્યું છે.

કારણ કે લોકોને પોતાનાં બજેટમાં સારા એવાં ચણિયાચોળી અને શૂટ ભાડે મળી રહેતાં હોય છે. થોડા વર્ષો પહેલા લગ્ન નક્કી થાય એટલે તરત જ છોકરો હોય કે છોકરી તેઓ લગ્ન ના દિવસે શું પહેરશે તેની પસંદગીમાં લાગી જતા હતા. તેઓ દરજીને શેરવાની અને ચણિયાચોળી સીવડાવવા આપી દેતા હતા. અને કયાં તો પછી ફેમિલી અથવા મિત્રો જોડે જઈને શોપિંગ કરી આવતાં.

પરંતુ સમયની સાથે સાથે ટ્રેન્ડ બદલાયો છે. અને જે શેરવાની ૬ મહિના પહેલા સીવડાવવામાં આવતી હતી તે હવે સીવડાવવા ના બદલે લોકો ભાડે લેતા થઈ ગયા.દૂલ્હનનાં કપડાંથી માંડી ને તેની સાથે પહેરવાનાં ધરેણાં પણ હવે ભાડે મળે છે. લગ્નની શેરવાની ૩૦૦૦ રુપિયાથી માંડીને ૨૦૦૦૦ સુધીમાં મળી જાય છે.

જયારે દુલ્હનની ચણિયાચોળી પણ ૨૦૦૦ થી લઇને ૧૫૦૦૦ સુધીમાં ભાડે મળી રહે છે. શેરવાની ભાડે આપનાર એક વ્યક્તિએ કહ્યું કે , “ છેલ્લા કેટલાક સમયથી લગ્નના કપડા નો ટ્રેન્ડ બદલાયો છે. મારે ત્યાં તૈયાર પણ કપડાં મળે છે અને હું ભાડે પણ કપડાં આપું છું. કારણકે હવે લોકો કપડા સીવડાવવા કે તૈયાર લેવાના બદલે ભાડે લેવાનું વધુ પસંદ કરતાં હોય છે.જેનાં કારણે અત્યાર લગ્નની સિઝન દરમિયાન ભાડે કપડાં આપનાર નો ધંધો ખુબ જ સારો ચાલતો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.