આજના સમયમાં મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગના પરિવાર માટે સતત વધી રહેલી મોંઘવારીનો સામનો કરવો એક મોટો પડકાર છે. ગુજરાતમાં વધી રહેલી મંદીના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાને કારણે જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે આજે લોકોને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અને છેલ્લા બે દિવસમાં ફરી એકવાર સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે.
એક ડબ્બા પર 30 રૂપિયા વધી ગયા
તમને જણાવી દઈએ કે રાજ્યમાં વધી રહેલી મોંઘવારીથી લોકો પરેશાન છે. છેલ્લા બે દિવસમાં દિવેલના એક ડબ્બામાં 30 રૂપિયાનો વધારો થયો છે અને ભાવમાં ફેરફારમાં એરંડાના તેલમાં રૂ.2700 થી રૂ.2730 પ્રતિ ડબ્બા અને કપાસિયા તેલમાં પણ રૂ.5નો વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.