ઇંગ્લેન્ડમાં નવા પ્રકારના કોરોનાં વાયરસે દેખા દીધી, અને ફેલાય રહ્યો છે ઝડપથી

ઈંગ્લેન્ડમાં તો નવા પ્રકારના કોરોના વાયરસે દેખા દીધી છે અને ઝડપથી ફેલાવવાનું પણ શરૂ કરી દીધું છે. કોરોનાના આ બદલાયેલા સ્વરૂપે દુનિયા આખીમાં ફફડાય અને તણાવ ફેલાવ્યો છે.

ઈબોલા બિમારીની શોધ કરનારા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં આ વાયરસ પૃથ્વી પર સામે આવી શકે છે જે કોરોના કરતા પણ વધારે ઘાતક સાબિ થઈ શકે છે.

પ્રોફેસર ડૉ જીન-જેક્સ તામ્બ્ફુમે 1976માં ઈબોલા નામના રોગની શોધ કરી હતી. તેમનો દાવો છે કે, ભવિષ્યમાં અનેક પ્રકારના વાયરસ ફેલાશે. જેમાંથી કેટલાક તો હાલ હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, યૂરોપ અને અમેરિકામાં સેંપલ ટ્રાંસફર કર્યા બાદ વૈજ્ઞાનિકોએ એક કૃત્રિમ આકારના વાયરસની શોધ કરી હતી જેને ઈબોલા તરેકે ઓળખવામાં આવ્યો હતો. ઈબોલા વાયરસ વિષે અનેક લોકો જાણતા હતાં પણ એ નહોતા જાણતા કે તેનું નામ ઈબોલા જ કેમ રાખવામાં આવ્યું.

ઈબોલા એક ઘાતક બિમારી હતી. જે રક્તસ્ત્રાવના કારણે ઉભી થાય છે અને તેનું પ્રમાણ પણ વધારે હોય છે. માટે શરૂઆતમાં જ 88 ટકા લોકોના મોત થઈ ગયા હતાં. ત્યાં સુધી કે જે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી હતી ત્યાંના 80 ટકા ડૉક્ટરના પણ મોત નિપજ્યા હતાં. યમ્બુકુ મિશન હોસ્પિટલ્માઅં ઈબોલા વાયરસની શોધ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.