નેતાની પત્ની સાથે અન્યાય: કોંગ્રેસના નેતા મારી સામે જ નાની વયની યુવતીઓને રૂમમાં લઈ જતા

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે રડમસ આંખે એક વીડિયોમાં સંદેશો મોકલ્યો છે, જેમાં પોતે પીડિત છે અને પૈસા કે સંપત્તિ નહીં પરંતુ ન્યાય-સન્માન સાથે પતિ પાછા જોઈએ છે તેવી કેફિયત વ્યક્ત કરે છે. વીડિયોની સાથે જ એક પત્ર પણ લખ્યો છે.અને રેશમા પટેલે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો તેમને ન્યાય નહીં મળે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં ઉપર બેસશે.

ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં જ વીડિયો અને લેટર બોંબ સામે આવ્યો છે, જેમાં નાની ઉંમરની યુવતીઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. યુએસએથી રેશમા પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ મને ઘરેથી કાઢી મૂકી છે. યુએસએમાં મારી પાસે સારી જોબ નથી. બીજાના ઘરે કામ કરીને જીવન વીતાવી રહી છું, પતિ ભરતસિંહના કારણે મારા પિતાને ગુમાવ્યા છે. અને તેઓ 20 દિવસ યુએસએ આવીને ગયા પરંતુ મારો સંપર્ક સુદ્ધાં કર્યો નથી.

કોઈ માણસ આટલો નિષ્ઠુર હોઈ શકે? તેઓ અન્ય મહિલાઓ સાથે ચેટિંગમાં વ્યસ્ત રહે છે, મહિલાઓને જોવા માટેની તેમની દ્રષ્ટિ ખરાબ છે, તેમને શરમ જેવું કંઈ નથી. બીજી તરફ વીડિયોમાં રેશમા પટેલ કહે છે કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કહે છે કે, મહિલા લડ શકતી હૈ, પરંતુ ગુજરાતમાં તેમના પક્ષના નેતાની વહુ સાથે અન્યાય થાય છે. મને સંપત્તિની લાલચ નથી, મને સન્માન જોઈએ છે. પત્રમાં ભરત સોલંકીના પત્નીએ લખ્યું છે કે, મારા પતિ મારી સામે જ 22થી 28 વર્ષની બીજી યુવતીઓને રૂમમાં લઈ જતાં હતા, જે મહિલાઓ સાથે સંબંધ છે તેમના નામજોગ મેં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને જણાવ્યું છે, પરંતુ તેમણે કોઈ પગલાં ભર્યા નથી. તેઓ ઓળખાણ હોય તેવી મહિલાને ટિકિટ અપાવતા હતા અને જેના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.