જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, તો તમે પણ તેના ફેરફાર અનુભવ્યો હશે. જે જુના વર્ઝનને મિસ કરે છે કે જેમાં રીવર્સ ક્રોનોલોજીમાં પોસ્ટ જોઈ શકાતી હતી અને તેમના માટે હવે સારા સમાચાર છે. તે ઓફિશિયલ રૂપથી ફરી જોવા મળશે.
ઇન્સ્ટાગ્રામે બુધવારે આ ઘોષણા કરી છે કે યુઝર્સ પાસે હવે ઓપ્શન હશે કે તેઓ તેમની ફીડ પર પોસ્ટ કઈ રીતે જોવી તે પસંદ કરી શકશે.
પહેલો ઓપ્શન આપવામાં આવ્યો છે, તે છે ‘ફેવરીટ ફીચર’, જે લેટેસ્ટ પોસ્ટ બતાવશે. આમાં અકાઉન્ટની રેંજ ક્લોઝ ફ્રેન્ડસથી ફેવરીટ ક્રીએટરની રહેશે.અને યુઝર્સ 50 સુધીના અકાઉન્ટ એડ અપ કરી શકશે અને તે અકાઉન્ટસની પોસ્ટ યુઝર્સની ફીડ પર જોવા મળશે.
બીજો ઓપ્શન છે ગુડ ઓલ્ડ ક્રોનોલોજીકલ ઓર્ડર, જે ખૂબ જ જાણીતો ઓપ્શન છે.અને આ ઓપ્શન, જે એલ્ગોરીધમિક ફીડ પહેલા જોવા મળે છે, તે યુઝર્સ ફોલો કરે છે તેવા અકાઉન્ટની શેર કરેલી પોસ્ટ બતાવશે.
ઇન્સ્ટાગ્રામ હંમેશા યુઝર્સનાં એક્પીરીયંસને ઈમ્પ્રુવ કરવા માટે સતત નવા આઈડિયાઝ લાવતું રહે છે અને આમ જ નવા નવા ફીચર્સ જેવા કે ફેવરીટસ અને ફોલોવિંગ જેવા યુઝર્સ માટે સારો અનુભવ પ્રદાન કરે, તે લાવતા રહેશે જેથી યુઝર્સને વધારે કંટ્રોલ અને પસંદ કરવાનાં ઓપ્શન્સ આપી શકાય.
જાન્યુઆરીમાં ઇન્સ્ટાગ્રામે ઘોષણા કરી હતી જે પોસ્ટ મિસઇન્ફોર્મેશન ફેલાવે છે તેવી પોસ્ટ અને સ્ટોરી નીચે તરફ જ રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.