ફાટેલું દૂધને ફેંકવાને બદલે બનાવો ફેસ સીરમ.સ્ક્રીન દેખાશે નિખરી..

આપણી ત્વચાની સંભાળ રાખવા માટે આપણે ઘણીવાર નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. તેના માટે આપણે રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ફાટેલા દૂધ નું પાણી પણ સ્ક્રીન કેર માટે વાપરી શકાય છે.

ફાટેલા દુધમાં પાણીમાં ઘણા પોષક તત્વો હોય છે. જે ત્વચાના કોષોમાં પોષણ કરવાનું કામ કરે છે. જેમ કે લેકિટક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ હોય છે જે સ્કીન ડ્રાયનેસથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

ફાટેલા દૂધનું સીરમ બનાવવા માટેની સામગ્રી..
કાચું દૂધ – એક કપ
અડધું લીંબુ
હળદર – 1 ચપટી
ગ્લિસરિન – 1 ચમચી
મીઠું – એક ચપટી

સીરમ બનાવવાની રેસીપી..
સૌથી પહેલા દૂધમાં અડધી ચમચી લીંબુ નાખો અને તેને લગભગ 20 થી 25 મિનિટ સુધી રહેવા દો. હવે ફાટેલા દૂધનું પાણી એક બાઉલમાં ગાળી લો અને તેમાં એક ચમચી ગ્લિસરિન, એક ચપટી મીઠું ઉમેરો. આ મિશ્રણને કાચની બોટલમાં ભરી ફ્રિજમાં રાખો. તમે આ ફેસ સીરમનો 2 થી 3 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.

ચહેરા માટે ફાયદાકારક..ASMITA NEWS 
ફાટેલા દૂધનું પાણી લેક્ટિક એસિડથી ભરપૂર છે જે ચહેરાની ડ્રાયનેસ ઘટાડવામાં મદદ કરે છે. જો તમારી સ્કીન ડ્રાય હોય તો આ ફેસ સીરમ બેસ્ટ ઓપ્શન છે. એટલું જ નહીં, તે ડેડ સ્કીનને દૂર કરવામાં મદદ કરે છે. આ ફેસ સીરમનો નિયમિત ઉપયોગ કરીને, તમે સ્કીન પરના ડાર્ક સ્પોટ્સ અને ડાઘને ઘટાડી શકો છો.

તેમાં રહેલા પોષક તત્વોને કારણે, તે તમારી સ્કીનને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે. આ સિવાય, તમે આ ફેસ સીરમનો ઉપયોગ હાથ અને પગના ભાગો પર પણ કરી શકો છો. આ સિવાય, જો તમે ઇચ્છો તો, તમે તમારા બાથ ટબમાં એસેંશિયલ ઓઇલના કેટલાક ટીપાં નાંખી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.