દેશની તમામ લાઈફ ઈનશ્યોરન્સ અને નોન લાઈફ ઈનશ્યોરન્સ કંપનીઓએ 10 જુલાઈ સુધી કોરોનાની સારવાર માટે ખાસ ઈનશ્યોરન્સ પોલીસી લોન્ચ કરવી પડશે. આ મુદ્દે ઈનશ્યોરન્સ નિયામક ઈનશ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટિ ઓફ ઈન્ડિયા(IRDA)એ દરેક કંપનીઓને ગાઈડલાઈન જાહેર કરી છે.
હાલના સમયમાં ઈનશ્યોરન્સ પોલીસી કોરોનાની સારવારને કવર તો કરે છે પરંતુ પીપીઈ કિટ કે અન્ય ખર્ચ કવર કરતી નથી. જ્યારે કોરોનાના સારવારમાં આ ચીજોનો ખર્ચ સૌથી વધારે હોય છે. આ સિવાય હોસ્પિટલમાં એડમિટ થવા પર રૂમ ભાડા પર કોઈ પાબંદી આ પોલીસીમાં નહી હોય. તેથી હવે ઈનશ્યોરન્સ નિયામક IRDAએ આ સંબંધિત દરેક કંપનીઓને 10 જુલાઈ સુધીમાં પોલીસી લોન્ચ કરવા કહ્યું છે.
કોરોના કવચ પોલીસી
ઈનશ્યોરન્સ નિયામક IRDAએ દરેક ઈનશ્યોરન્સ કંપનીઓને કોરોના કવચ પોલીસીના નામથી ઈંડિમનિટી પોલીસી લોન્ચ કરવા કહ્યું છે. આ પોલીસી હેઠળ 50 હજારથી લઈને 5 લાખ સુધીની રકમ ઈનશ્યોર્ડ થશે. આ પોલીસીમાં દરેક કોમોરબિડ કંડિશનની સારવારનો ખર્ચ પણ જોડાયેલો હશે. આ પોલીસીમાં પોલીસી હોલ્ડરનો હોસ્પિટલાઈઝેશન ખર્ચ પણ જોડાયેલો હશે. આ સિવાય રૂમ રેંટ, નરસિંગ ચાર્જ, સર્જન ફી, સ્પેશ્યલિસ્ટ ફી અને ટેલી મેડિસન કન્સલ્ટેશનનો ખર્ચ પણ સામેલ હશે.
કોરોના રક્ષક પોલીસી
દરેક ઈન્શોરન્સ કંપનીઓને ફિક્સ બેનિફિટ પોલીસી કોરોના રક્ષકના નામથી લોન્ચ કરવા માટે કહ્યું છે. આ પોલીસીમાં જો કોઈ પોલીસી હોલ્ડર કોરોના પોઝિટિવ આવે તો તેને 72 કલાક માટે ઓછામાં ઓછો હોસ્પિટલાઈઝ્ડ કરવો પડે તો તેમાંથી સમ ઈશ્યોર્ડના 100% પોલીસી હોલ્ડરને મળી જશે. 100% સમ ઈનશ્યોર્ડ થયા બાદ આ પોલીસી ટર્મિનેટ થઈ જશે. આ પોલીસીને માત્ર એક વ્યક્તિ લઈ શકે છે. આ માટે ઓછામાં ઓછું સમ ઈનશ્યોર્ડ 50 હજાર છે જે મહત્તમ અઢી લાખ રૂપિયા સુધી જઈ શકે છે. એક વ્યક્તિ આવી માત્ર એક જ પોલીસી લઈ શકે છે.
પોલીસીની ખાસિયત
- આ બંન્ને પોલીસીની લેવા માટેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 65 વર્ષ છે
- ત્રણ મહીનાથી લઈને 25 વર્ષ સુધીના બાળકો પણ આ પોલીસીમાં કવર થશે. જો કે પરિવારને જોડવાનો વિકલ્પ માત્ર ‘કોરોના કવચ પોલીસી’માં હશે.
- આ બંન્ને પોલીસી 3.5, 6.5 અને 9.5 મહીનાની અવધી હશે જેમાં 15 દિવસોનો વેઈટિંગ પીરિયડ હશે એટલે કે પોલીસી લીધાંના 15 દિવસ બાદ પોલીસી પ્રભાવી થશે.
- આ બંન્ને પોલીસીનું પ્રિમિયમ સમગ્ર દેશમાં એક સરખું હશે અને બંન્ને પોલીસીનું પ્રિમિયમ એકવારમાં જ આપવું પડશે.
- IRDAએ દરેક ઈશ્યોરન્સ કંપનીઓને કહ્યું કે, હેલ્થ કેર સાથે જોડાયેલા લોકોને આ પોલીસી લેવા પર પ્રિમિયમમાં 5%ની છૂટ આપવામાં આવે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.