આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હમણા નહીં ઉડે, વધું એક મહિના માટે આ ફ્લાઈટ પર લગાવી દીધો પ્રતિબંધ

કોરોનાના વધતા કેસને પગલે ફરી એક વાર દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધોને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી ફરી એક વાર 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવી દીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અગાઉ આ પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ થતાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન અભિયાન ચલાવ્યુ હતું. આ અભિયાન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને તબક્કાવાર પાછા લાવવામાં આવ્યા હતા. આ માટે એર ઈન્ડિયાએ ખૂબ મદદ કરી હતી.

કોરોનાની મહામારી વચ્ચે વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 2800 ફ્લાઈટ અંતર્ગત ત્રણ લાખથી વધારે લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ પણ આ અંગે ટ્વીટ કર્યુ હતું, જેમાં તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

જણાવી દઈએ કે, વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે આ અભિયાન અંતર્ગત હવે ઓગસ્ટમાં પાંચમા તબક્કાની શરૂઆત કરવામાં આવશે.અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર 23 માર્ચથી પ્રતિબંધ છે. દેશમાં 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.