આજે International Translation Day : જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ?

આજના સમયમાં અનુવાસ આપણા જીવનનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની ચુક્યુ છે. અનુવાદ મારફતે આપણે કોઇ પણ દેશની ભાષાને સમજી અને જાણી શકીએ છીએ. અનુવાદ એટલા માટે જરૂરી છે કારણ કે આપણને દરેક ભાષાનું જ્ઞાન હોય તે શક્ય નથી, પરંતુ અનુવાદ મારફતે આપણે દરેક ભાષાને સરળતાથી અને પોતાની ભાષામાં સમજી શકીએ છીએ. આજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ દર વર્ષે 30 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. જાણો, આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવાની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઇ.

ક્યારે અને કેવી રીતે આ દિવસની શરૂઆત થઇ? 

આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ દર વર્ષે 30 સપ્ટેમ્બરે સેન્ટ જેરોમના પર્વ પર મનાવવામાં આવે છે. જે બાઇબલ અનુવાદક છે, જેમને અનુવાદકોના પ્રોત્સાહક સંતનાં રૂપમાં ઓળખવામાં આવે છે. વિશ્વભરમાં અનુવાદ સમુદાયની એકતા દર્શાવવા માટે એફઆઇટી દ્વારા એક માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો હેતુ વર્ષ 1991માં શરૂ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ટ્રાન્સલેટર્સ (FIT)ની સ્થાપના વર્ષ 1953માં થઇ હતી. વર્ષ 1991માં FITએ સમગ્ર વિશ્વમાં અનુવાદ સમુદાયની ઓળખને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.

કેમ મનાવવામાં આવે છે? 

24 મે, 2017માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે જાહેર કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો. આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનું મહત્ત્વ એકબીજા સાથે જોડાયેલાં રાષ્ટ્રોમાં વ્યવસાયિક અનુવાદની ભૂમિકાને ઓળખવા અને તેની પ્રશંસા કરવાનું છે. આ દિવસ વિશ્વભરમાં અનુવાદ સમુદાય માટે એકતા પ્રદર્શિત કરવા માટે મનાવવામાં આવે છે. આ વિભિન્ન દેશોમાં ભાષાંતરની જોબને પ્રોત્સાહન આપવાનો એક પ્રયાસ છે અને જરૂરી નથી કે આ માત્ર ખિસ્ત્રી દેશ માટે જ છે. આજે પ્રગતિશીલ વૈશ્વિકરણના યુગમાં અનુવાદ વિશ્વભરના તમામ દેશો માટે એક અનિવાર્ય આવશ્યકતા બની ગયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.