આઈટીબીપીના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લદ્દાખમાં 18,000 ફૂટની ઉંચાઈએ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લદ્દાખમાં જમીન પર છવાયેલી સફેદ બરફની ચાદર પર આઈટીબીપીના જવાનોની એક ટીમે યોગ અભ્યાસ કર્યો હતો. લદ્દાખમાં જે સ્થળે જવાનોએ યોગ કર્યો ત્યાંનું તાપમાન ઝીરો ડિગ્રી કરતા પણ નીચું છે. બરફની સફેદ ચાદર પર જવાનો દ્વારા યોગ અભ્યાસ એક ખૂબ જ સુંદર દૃશ્ય પ્રસ્તુત કરતું હતું.
સામે આવેલી તસવીરોમાં લદ્દાખની સરખામણીએ સિક્કિમમાં ઓછો બરફ જોવા મળ્યો હતો પરંતુ તેનું દૃશ્ય ખૂબ જ સુંદર હતું. વાદળી રંગના આકાશ અને વાદળોના સમાગમ નીચે આઈટીબીપીના જવાનોએ યોગ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયાને ધૈર્ય અને કર્મનો સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, યોગનો સાધક સંકટ સમયે પણ કદી ધૈર્ય નથી ગુમાવતો. યોગનો અર્થ જ ‘समत्वम् योग उच्यते’ એવો થાય છે. અર્થાત, અનુકૂળતા-પ્રતિકૂળતા, સફળતા-વિફળતા, સુખ-સંકટ દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું, અડગ રહેવું તેનું નામ જ યોગ. ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે- ‘योगः कर्मसु कौशलम्’. અર્થાત, કર્મની કુશળતા જ યોગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.