છેલ્લા ઘણા સમયથી દેશમાં 5જી ટેક્નોલોજીને લઈ ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. 5Gના ટ્રાયલ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે સરકારે 5જી પરીક્ષણો અંગે નિર્ણય લીધો છે. 5જી ભવિષ્ય છે અને અમે નવા અવિષ્કારોને પ્રોત્સાહન આપીશું. બધા ઓપરેટર્સ 5જી પરીક્ષણોમાં ભાગ લઈ શકે છે.
આપણે જણાવી દઈએ કે 5જી ટેક્નોલોજી દેશમાં આવ્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ વધુ ઝડપી બની જશે. તેથી જે કામો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવમાં આવે છે. તે વધુ ઝડપથી થઈ શકશે. આ પરિસ્થિતિઓ વચ્ચે હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 2020માં 5જી ટેક્નોલોજી દેશમાં શરૂ થઈ જશે અને લોકો તેનો લાભ ઉઠાવી શકશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર છે કે 2020 સુધી ટેક્નોલોજીમાં ફેરફાર થવાની અપેક્ષા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.