ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે દુરૂપયોગ- યુટયુબ, ટિકટોકના 23.5 કરોડ યુઝર્સનો ડેટા લિક !

– લિકમાં પ્રોફાઈલ નેમ, યુઝર નેમ, પ્રોફાઈલ ફોટો, એકાઉન્ટની વિગત, ઉંમર, લોકેશન વગેરેનો સમાવેશ

ઈન્ટરનેટનો વપરાશ સતત વધી રહ્યો છે. સાથે સાથે ડિજિટલ વર્લ્ડના ગેરલાભ, ઈન્ટરનેટ પર સતત એક્ટિવ રહેવાના ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. એક મોટો ગેરફાયદો ડેટા લિકનો છે. કમનસિબે ઈન્ટરનેટ પર સક્રિય લોકોમાંથી બહુ ઓછા લોકો ડેટાના મહત્ત્વથી વાકેફ છે, માટે ડેટા લિકની ગંભીરતા સૌ કોઈ સમજી શકતા નથી. પરંતુ આગામી સમયમાં ડેટા લિક થવો એ બહુ મોટી સમસ્યા બનશે.

લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ, યુટયુબ અને ટિકટોકના 23.5 કરોડ યુઝર્સની ઓળખની વિહતો લિક થઈ છે. આ વિહતો ડાર્ક વેબ કહેવાતા ઈન્ટરનેટના અદૃશ્ય હિસ્સામાં મળી આવી છે. એટલે કે એ ડેટા મેળવવા માટે કોઈ પાસવર્ડ કે લોગઈનની પણ જરૂર નથી. રેઢી હાલતમાં વિગતો પડી છે.

લિક થયેલી વિગતોમાં પ્રોફાઈલ નેમ, યુઝરનું અસલી પૂરૂું નામ, પ્રોફાઈલ ફોટો, એકાઉન્ટની વિગતો, ઉંમર, લોકેશન, જાતિ, ફોલોઅર્સની સંખ્યા, લાઈક્સની સંખ્યા, પસંદ-નાપસંદ વગેરેનો સમાવેશ થાય છે.

આ વિગતો કોણે લિક કરી તેનો ખુલાસો હજુ સુધી થયો નથી. પરંતુ ડેટા લિક થયો છે એ શોધી કાઢનાર કંપેરિટેક નામની વેબ સિક્યુરિટી  એજન્સીએ જણાવ્યુ હતું કે આ કામ કદાચ ડીપ સોશિયલ નામના નેટવર્કનું હોઈ શકે.

ડીપ સોશિયલ એ ઓનલાઈન ડેટા ચોરી કરનારી એક ગેંગ છે અને દુનિયાની ઘણી ઈન્ટરનેટ કંપનીઓએ તેના પર પ્રતિબંધ મુક્યો છે. લિક થયેલા ડેટાનો હજુ સુધી કોઈ દુરૂપયોગ સામે આવ્યો નથી. સામાન્ય રીતે વિગતો હેક થાય કે ડેટા લિક થાય ત્યારે ખંડણી માંગવામાં આવતી હોય કે પછી એકાઉન્ટનો દુરૂપયોગ કરવામાં આવતો હોય છે.

આ કિસ્સામાં એવુ કશું થયું નથી. જોકે ડેટાનો મોટો વેપાર છે, માટે લિક કરનારે ડેટા કોઈને વેચી નાખ્યો હોય અને એ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરે એવુ પણ બને. ડેટા લિકની વિગતો કંપેરિટેકે પોતાની વેબસાઈટ પર બ્લોગ લખીને જાહેર કરી હતી. એ પછી ઓનલાઈન સિક્યુરિટી એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

ટિક-ટોક પર ભારતમાં પ્રતિબંધ મુકાયો છે, પરંતુ તેના પર અગાઉથી અપલોડ થયેલો ડેટા તો કોઈ પણ ચોરી જ શકે છે. યુટયુબ એ ગૂગલની માલિકીની છે, જ્યારે ઈન્સ્ટાની માલિકી ફેસબૂકની છે. આ બન્ને કંપનીઓની બેદરકારી પણ આ કિસ્સામાં સામે આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.