પોસ્ટ ઓફિસની (POST OFFICE) બચત યોજનામાં અન્ય કોઈ પણ સરકારી યોજનાથી (GOVERNMENT SCHEME) વધુ રિટર્ન (RETURN) મળે છે. રોકાણકારોનાં (INVESTORS) રૂપીયાની પૂરી સુરક્ષિત રહે છે .ઈન્ડિયા પોસ્ટે કુલ ૯ નાની બચત યોજના શરૂ કરી છે. એ નાની બચત યોજનાથી (SAVINGS PLAN) એક યોજના છે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NATIONAL SAVING CERTIFICATE) એટલે એનએસસી.તમે પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ પણ પોતાનાં પૈસા જમા કરી શકે છે.
એ માત્ર તમને સારા વ્યાજ દરનો ફાયદો જ નહિં પરંતુ સરકારી સુરક્ષા પણ આપે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હેઠળ તમે ઓછામાં ઓછા ૧૦૦૦ રુપિયા અથવા ૧૦૦ રુપિયાનાં ગુણકમાં પણ પોતાનું ખાતું ખોલાવી શકો છો.
એનાં હેઠળ રકમ જમા કરવાની કોઈ વધુ સીમા નથી. આ હેઠળ જમા ટેકસ આવકવેરા અધિનિયમ ધારા ૮૦ સી હેઠળ કપાત પ્રાપ્ત થાય છે. પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજના હેઠળ , પાકતી મુદત ૫ વર્ષ છે. આ સિવાય ખાતાધારકનાં મૃત્યુ પર તે પાકતી મુદત પહેલાં જ બંધ થઈ જાય છે.
ભારત સરકાર દ્નારા સમર્થિત હોવાથી , આ રોકાણ લગભગ જોખમ મુકત છે. અહીં તમને ઈન્સ્ટ્રુમેન્ટમાં સૌથી વધુ નફો મળે છે અહીં તમે ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયાનાં ન્યૂનતમ રોકાણ સાથે મહત્તમ રકમનુજ રોકણ કરી શકો છો. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર સરળતાથી ઉપલબ્ધ છે કારણ કે તે કોઈપણ ભારતીય પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. NSC સગીરના નામે પણ ખરીદી શકાય છે. ૫ લાખ સુધીના વાર્ષિક રોકાણ પર કર કપાતનો લાભ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.