કચ્છના મુન્દ્રાના અદાણી પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવાના મામલે આયાત કરનાર ચેન્નઈના દંપતીને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 3 હજાર કિલો હેરોઈન ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 15 હજાર કરોડ થાય છે.
આ મામલે દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ વધુ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તો મુન્દ્રામાં અફઘાનિસ્તાનથી આવેલા ત્રણેય કન્ટેનરોને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુન્દ્રા MICT ખાતે અફઘાનિસ્તાનથી આવેલા ત્રણ કન્ટેનરોની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
મુન્દ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં DRI એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્ની આજે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.
જો કે, તેમાં હેરોઈન હોવાની બાતમી મળતાં DRIએ ખાસ ઓપરેશન હાથ ધરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી અત્યારસુધીનો હેરોઈનનો વિશ્વનો સૌથી વિશાળ જથ્થો સીઝ કર્યો છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.