ઇન્વેસ્ટર્સ સમિટના નામે કરોડોનું કૌભાંડ, ઉત્તર પ્રદેશમાં હૉટલોના રૂમ ખાલી હતા છતાં બે કરોડ ચૂકવ્યા

– 2018 અને 2019માં ચૂકવાયા- કોના બાપની દિવાળી ?

યુપી ઇન્વેસ્ટર્સ સમિટ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરીમનીના નામે લખનઉની કેટલીક ફાઇવ સ્ટાર હૉટલ્સમાં ત્રણ ત્રણ દિવસ માટે સ્યૂટ્સ ખાલી હતા અને છતાં હૉટલોને 1.80 કરોડનું  પેમેન્ટ કરાયું હોવાની વિગતા પ્રકાશમાં આવી હતી.

મુખ્ય પ્રધાન કાર્યાલયમાં આ બાબતની ફરિયાદ કરાઇ ત્યારે મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવે તપાસ કરવાનો આદેશ આપ્યો. આરોપ સાબિત પણ થયો. પરંતુ પગલાં કેવાં લેવાયાં એ જાણવા જેવું છે. રાજ્યના પર્યટન વિભાગના ત્રીજી કક્ષાના થોડાક અધિકારીઓને લખનઉને બદલે બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરવાનો આદેશ અપાયો.

ચાલુ માસની પાંચમી તારીખે ટ્રાન્સફરના આદેશ અપાયા હતા. પરંતુ હજુ સુધી એ આદેશનું પાલન થયું નથી. આને કહેવાય યોગી આદિત્યનાથનું રામ રાજ્ય ! તપાસ સમિતિએ શોધી કાઢ્યું હતું કે પર્યટન વિભાગના એક સામાન્ય કર્મચારીને આગળ કરીને બોગસ પેમેન્ટસ કરાવાયા હતા અને પર્યટન ખાતાના અધિકારીઓએ મલાઇ ખાધી હતી.ૉ

પર્યટન વિભાગના અધિકારીઓના ઇશારે એક પારિજાત પાંડેએ ફાઇવ સ્ટાર હૉટલોમાં વિદેશી મહેમાનો માટે બુકિંગ કરાવ્યું હતું. વિદેશી મહેમાનો આવ્યા નહોતા અને ત્રણે ત્રણ દિવસ હૉટલના રૂમ ખાલી હતી. છતાં પેમેન્ટ્સ મંજૂર કરાયા હતા અને ચૂકવાયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.