ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ જ્યારથી ફૂલટાઈમ કેપ્ટનશીપ સંભાળી છે, ત્યારથી માત્ર સફળતા જ હાંસલ કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટમાં હવે રોહિત શર્માનો દબદબો છે, તેમજ ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બની ગયો છે. અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટને કરોડોની કિંમત ધરાવતી નવી ગાડી ખરીદી છે.
રિપોર્ટના મુજબ, રોહિત શર્માએ નવી Lamborghini Urus ખરીદી છે. ખાસ વાત એ છે કે આનો કલર પણ ટીમ ઈન્ડિયાની ટી-શર્ટની જેમ બ્લૂ જ છે.અને રોહિત શર્માની નવી ગાડીની કિંમત 3.10 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.
રોહિત શર્માને ગાડીઓનો ખૂબ જ શોખ છે,અને તે વાત દરેકને ખબર છે, પણ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટનના ગેરેજમાં આ નવી શાનદાર ગાડીની પણ એન્ટ્રી થઈ છે. રોહિત શર્માને પોતાની નવી ગાડીમાં અનેક નવા ફીચર્સ પણ શામેલ કર્યા છે, જે તેની પસંદના છે.
આનામાં સ્પોર્ટીવો લેધર ઇન્ટીરિયર, 22 ઇંચની ડાયમંડ રિમ્સ કટને પણ શામેલ કર્યું છે. રોહિત શર્મા દેશના એવા ગણતરીના લોકોમાં શામેલ છે, જેમની પાસે આ ગાડી છે. રોહિત શર્માએ પોતાની રીતે ગાડીનું ઇન્ટીરિયર પણ કરાવ્યું છે અને જેમાં રેડ-બ્લેક કેબિન શામેલ છે, સાથે જ ગાડીનું ડેશબોર્ડ પણ બ્લેક અને રેડ કલરમાં કરાવ્યું છે.
રોહિત શર્માએ હાલમાં જ અનેક ખિતાબ હાંસલ કર્યા છે. T20ના પછી હવે વન-ડે અને ટેસ્ટ ટીમનો પણ કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા T20 અને વન-ડે વર્લ્ડ કપ રમશે. સાથે જ હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ભાગ લેશે. અને ટીમ ઈન્ડિયાના ફૂલટાઈમ કેપ્ટન બન્યા પછી રોહિત શર્મા અત્યાર સુધી એક પણ મેચ નથી હાર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.