ભાજપના રાજ્યસભાના સાંસદના પુત્રે થાઈલેન્ડથી બોલાવેલી કોલગર્લનુ કોરોનાના કારણે મોત થયુ હોવાનો સ્ફોટક આક્ષેપ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ પી સિંહે કર્યો છે.
આ સ્ફોટક આક્ષેપ બાદ રાજકીય મોરચે ખળભળાટ છે.આઈ પી સિંહે કહ્યુ હતુ કે, લખનૌના એક મોટા વેપારીના પુત્રે સાત લાખ ખર્ચીને થાઈલેન્ડથી કોલ ગર્લ બોલાવી હતી.10 દિવસ પહેલા તેને લખનૌ બોલાવવામાં આવી હતી.
આઈ પી સિંહે આક્ષેપ કર્યો છે કે, આ કોલગર્લને બોલાવનાર રાજ્યસભા સાંસદ સંજય સેઠનો પુત્ર જ હતો.તેમણે સંજય સેઠની પીએમ મોદી સાથેની તસીવર શેર કરીને કહ્યુ હતુ કે, સંજય સેઠના પુત્ર પર ગંભીર આરોપ છે.
દરમિયાન પોલીસે આ કેસમાં અત્યાર સુધી ભાજપના નેતા કે પુત્રની પૂછપરછ કરી નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.