IPL 2020, RR vs KXIP: એક ઓવરમાં બદલી મેચ, 4 વિકેટથી જીત્યું રાજસ્થાન

શારજાહ સ્ટેડિયમમાં રવિવાર રમાયયેલી આઈપીએલની મેચમાં રાજસ્થાને પંજાબને 4 વિકેટથી હરાવી દીધું છે. પંજાબના મયંક અગ્રવાલે 106 રનની ઈનિંગ રમી પરંતુ તેવતિયાના બેટમાંથી એક ઓવરમાં લાગેલા પાંચ છગ્ગાએ મયંકની સદી પર પાણી ફેરવી દીધું.

પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 2 વિકેટના નુંકસાન પર 223 રનોનો પહાડ ખડકી દીધો. જવાબમાં રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 3 બોલ બાકી હતાં ત્યાં જ જીતનો સ્કોર પાર કરી દીધો અને મેચ પોતાના નામે કરી દીધી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 42 બોલ પર 85 રન બનાવ્યા. એ સિવાય તેવતિયા અને કપ્તાન સ્મિથે અડધી સદી ફટકારી.

મેચની 17મી ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 3 વિકેટના નુંકસાન પર 173 રન હતા. અહીંથી રાજસ્થાનને જીત માટે 3 ઓવરના 18 બોલમાં 51 રન જીત માટે જોઈતા હતા અને મેચ પંજાબ જીતી જશે એવું લાગી રહ્યું હતું પરંતુ 18મી ઓવરમાં તેવતિયાએ 5 છગ્ગા લગાવીને મેચને પલ્ટિ દીધી અને પંજાબ પાસેથી જીત છીનવી લીધી.

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બન્યો મયંક અગ્રવાલ

IPL 2020માં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્ઝ ઈલેવન પંજાબ વચ્ચે આજે મેચ રમાય રહી છે. પંજાબના બેટ્સમેન મયંક અગ્રવાલે IPL 2020ની બીજી સદી ફટકારી છે. IPLમાં મયંકની આ પહેલી સદી છે. આ પહેલા મયંકનો સર્વોચ્ચ સ્કોર 89 હતો. જે તેમણે આ વર્ષે દિલ્હી સામે કર્યાં હતા.

મયંકે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. પોતાની સદીમાં મયંકે 9 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 222.22 રહી. આ સાથે જ મયંક IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ યુસૂફ પઠાણના નામે છે. પઠાણે IPL 2010માં માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. હવે મયંક આ યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. આ યાદીમાં હવે ત્રીજા નંબર પર મુરલી વિજય છે. વિજયે IPL 2010માં જ 46 બોલમાં સદી લગાવી હતી.

મયંકે 50 બોલમાં 106 રન બનાવ્યા. IPL 2020માં આ બીજી સદી છે. રસપ્રદ વાત એ છે કે આ સીઝનની બંન્ને સદી કિંગ્ઝ ઈલેવન પંજાબના બેટ્સમેનોએ લગાવી છે. આ પહેલા પંજાબના કપ્તાન કેએસ રાહુલે આ સિઝનની પહેલી સદી ફટકારી હતી. રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 132 રનની અણનમ ઈનિંગ રમી હતી જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા થયેલો સૌથી ઉચ્ચ સ્કોર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.