IPL 2020 : સેમસન-સ્મિથની કમાલ, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 16 રનથી આપ્યો પરાજય

IPL2020ની ચોથી મેચ શારજાહ સ્ટેડિયમમાં યોજાઇ હતી જેમાં રાજસ્થાન રૉયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 16 રનથી હરાવી લીગમાં વિજયી શરૂઆત કરી છે. રાજસ્થાને આપેલા 217 રનના ટાર્ગેટ સામે ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 200 રન જ બનાવી શકી હતી. આમ, ઉદઘાટન મેચમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ હરાવનારી ધોનીની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

ચેન્નાઈ તરફથી ફૅફ ડુ પ્લેસીસ સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા. જ્યારે એમ એસ ધોનીએ રનનું 29 યોગદાન આપ્યું હતું. 217 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમની શરૂઆત સારી રહી હતી. શેન વોટ્સને 21 બોલમાં 4 સિક્સ અને 1 ફોરની મદદથી 33 રન કર્યા હતા. તે પછી મુરલી વિજય શ્રેયસ ગોપલની બોલિંગમાં ટોમ કરન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોરની મદદથી 21 રન કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી. સેમ કરને 6 બોલમાં 2 સિક્સ અને 1 ફોરની મદદથી 17 રન કર્યા હતો. ચેન્નાઈએ રાયુડુની જગ્યાએ કોરોનામાંથી સ્વસ્થ થઈને પરત ફરનાર ઋતુરાજ ગાયકવાડને જગ્યા મળી હતી જો કે તે ડેબ્યુ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. જયારે રાજસ્થાને ચાર વિદેશી ખેલાડીઓમાં કપ્તાન સ્ટીવ સ્મિથ સહિત ટોમ કરન, ડેવિડ મિલર અને જોફરા આર્ચરને સ્થાન મળ્યું હતું. જ્યારે કેદાર જાધવ 22 રને કેચ આઉટ થયો હતો.

ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ધોનીએ ટોસ વખત કહ્યું કે, “અંબાતી રાયુડુ 100% ફિટ નથી, તેથી તે રમી રહ્યો નથી. તે સિવાય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. સંજુ સેમસન (74) અને સ્ટિવન સ્મિથ (69)ની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપરકિંગ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. ચેન્નઇને જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો હતો.

ચેન્નાઈ સુપરકિંગ્સની પ્લેઈંગ 11: એમએસ ધોની (કેપ્ટન અને વિકી), શેન વોટ્સન, લુંગી ગિડી, ફાફ ડુ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, દિપક ચહર,

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા (વિકી), સંજુ સેમસન, ડેવિડ મિલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.