IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રનથી આપ્યો પરાજય

IPL નાં 47માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હાર આપી છે. 220 રનનો પીછે કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી ટીમ 19 ઓવરમાં માત્ર 131 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

હૈદરાબાદનો 12 મેચમાં આ પાંચમો વિજય છે. તેના 10 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ છઠ્ઠા સ્થાને છે. તો પરાજયની સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. બંન્ને ટીમોની હવે બે-બે મેચ બાકી છે. શિખર ધવન ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો,

સનરાઇઝર્સ તરફથી રાશિદ ખાન સૌથી સફળ બોલર રહ્યો હતો. રાશિદે ચાર ઓવરમાં માત્ર 7 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સંદીપ શર્મા અને ટી નટરાજનને બે-બે સફળતા મળી હતી. નદીમ, હોલ્ડર અને વિજય શંકરને એક એક સફળતા મળી હતી.

દિલ્હીની ટીમે પાવરપ્લેમાં બે વિકેટે 54 રન બનાવ્યા હતા. ટીમનો સ્કોર 54 રન હતો ત્યારે શિમરોન હેટમાયર (16)ને રાશિદ ખાને બોલ્ડ કર્યો હતો. હેટમાયરે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

આજ ઓવરમાં રાશિદે અંજ્કિ રહાણે (29)ને આઉટ કરીને હૈદરાબાદને ચોથી સફળતા અપાવી હતી. કેપ્ટન અય્યર (7)ને વિજય શંકરે આઉટ કરીને દિલ્હીને પાંચમો ઝટકો આપ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 77 રન ફટકારી દીધા હતા.

આ સીઝનમાં પાવરપ્લેનો આ સર્વાધિક સ્કોર છે. ડેવિડ વોર્નરે પાવરપ્લેમાં જ માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આજે વોર્નર પોતાના આક્રમક અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

તો બીજી તરફ અજિંક્ય રહાણે 26, માર્કસ સ્ટોઇનિસ 5, શિમ્રોન હેટમીર 16, શ્રેયસ ઐયર 7, અક્ષર પટેલ 1 અને કગિસો રબાડા 1 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ 36 રન ઋષભ પંતે બનાવ્યા હતા. હૈદારાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બોલિંગ લીધી છે. દિલ્હીએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો. તો બીજી તરફ હૈદરાબાદે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. જોની બેરસ્ટો, પ્રિયમ ગર્ગ અને ખલીલ અહેમદની જગ્યાએ કેન વિલિયમ્સન, રિદ્ધિમાન સાહા અને શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું હતું.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 2 વિકેટે 219 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી માટે વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ 87, ડેવિડ વોર્નરે 66 અને મનીષ પાંડેએ 44 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિલ્હી માટે એનરિચ નોર્ટજે અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, તુષાર દેશપાંડે અને એનરિચ નોર્ટજે

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.