ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)એ ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે ચાઈનિઝ મોબાઈલ કંપની વીવો સાથે આઈપીએલ-2020ના ટાઈટલ સ્પોન્સર કોન્ટ્રેક્ટ રદ્દ કરી દીધો. બીસીસીઆઈએ એક લાઈનનું નિવેદન મોકલ્યું તેમાં કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી અને તેમાં કહેવામાં આવ્યું છે કે, વીવો આ વર્ષે આઈપીએલ સાથે નહી જોડાયેલું હોય.
પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, બીસીસીઆઈ અને વિવો મોબાઈલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 2020માં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાની ભાગીદારીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
વીવોએ 2018 થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા(પ્રત્યેક વર્ષ લગભગ 440 કરોડ રૂપિયા)માં આઈપીએલ સ્પોન્સરશીપ રાઈટ્સ મેળવ્યા હતા. બીસીસીઆઈએ પોતાના બંધારણ અનુસાર નવા ટાઈટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની સંભાવના છે. આઈપીએલ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.