Ipl 2022 રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો IPLમાંથી બહાર

રાજસ્થાન રોયલ્સના ચાહકો માટે ખરાબ સમાચાર છે. ટીમનો ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર નાથન કુલ્ટર-નાઈલ આઈપીએલની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ટીમની શરૂઆતની મેચમાં તે સાઇડ સ્ટ્રેનનો શિકાર બન્યો હતો.અને નાઇલ હવે ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યો છે.

ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ટીમના હેડ ફિઝિયો જોન ગ્લોસ્ટર આ વિશે માહિતી આપી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, “દુર્ભાગ્યવશ મને નાઈલને વિદાય આપવાનું મુશ્કેલ કામ સોંપવામાં આવ્યું છે. કોઈને ગુમાવવું હંમેશા મુશ્કેલ હોય છે.તે પણ જ્યારે તેને સખત ઈજા છે. જેમ તમે જાણો છો, અમે આ ટુર્નામેન્ટ દ્વારા તમારી સાથે લાંબો સમય વિતાવવા માટે ઉત્સુક છીએ.અને કમનસીબે એવું ન થયું. પરંતુ, તમે ટીમનો મોટો ભાગ છો.

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલિંગ ઓલરાઉન્ડર નાઇલને તેના સ્પેલની ત્રીજી ઓવરમાં ફોલો-થૉ દરમિયાન ઇજા થઇ હતી. તે પછી તેણે કોઈ બોલ ફેંક્યો ન હતો. અને 29 માર્ચે રમાયેલી મેચમાં નાઈલ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે ત્રણ ઓવરમાં 48 રન આપ્યા હતા.

રાજસ્થાન રોયલ્સે ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા ઓક્શનમાં કુલ્ટર નાઇલને રૂ. 2 કરોડમાં ખરીદ્યો હતો. તે 2013થી આઈપીએલનો ભાગ છે. નાઇલ લીગમાં અત્યાર સુધીમાં 7.70ની ઇકોનોમીમાં 39માં 48 વિકેટો લેવામાં સફળ રહ્યો છે. આ પહેલા 2014માં પણ તે ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો હતો.અને ત્યારબાદ તે દિલ્હી ડેરડેવિલ્સનો ભાગ હતો. ફ્રેન્ચાઇઝીએ હજુ નાઇલના વિકલ્પની જાહેરાત કરવાની બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.