રાજસ્થાન રોયલ્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં તેની સાતમી જીત નોંધાવી હતી.અને શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પ્લેઓફની નજીક પહોંચી ગઇ છે. જોકે રાજસ્થાનને પ્લે ઓફ અગાઉ ઝટકો લાગ્યો છે.
રાજસ્થાન ટીમનો સ્ટાર બેટર શિમરોન હેટમેર ગુયાના (વેસ્ટ ઈન્ડિઝ)માં પોતાના ઘરે પરત ફર્યો છે. જોકે, તેણે વચન આપ્યું છે કે તે ટૂંક સમયમાં પરત ફરીને ટીમ સાથે જોડાશે અને બાકીની મેચ રમશે.
શિમરોન હેટમેર આઈપીએલ 2022 સીઝનમાં અત્યાર સુધી 11 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 72.75ની શાનદાર એવરેજથી 291 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં શિમરોને અણનમ રહીને ટીમને જીત અપાવી હતી.અને તેણે 16 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. શિમરોન હેટમેર પ્રથમવાર પિતા બનતા ગુયાના પાછો ફર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.