IPL 2022 સીઝનમાં જમ્મુ અને કાશ્મીરનો ઉમરાન મલિક તેની ઝડપી બોલિંગથી સતત ચર્ચામાં છે.અને બુધવારે તેની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદએ ગુજરાત ટાઇટન્સ સામે મેચ રમી હતી અને જેમાં ઉમરાને તરખાટ મચાવી દીધો હતો.
ગુજરાત સામેની મેચમાં ઉમરાન મલિકે 5 મહત્વની વિકેટ લીધી હતી.અને તેની સાથે જ એક ખાસ રેકોર્ડ પણ બન્યો છે. ઉમરાને આ સિઝનમાં 8મી વખત સૌથી ઝડપી બોલ ફેંકવાનો એવોર્ડ જીત્યો છે. ઉમરાને ગુજરાત સામેની મેચમાં 153.3ની ઝડપે સીઝનની બીજી સૌથી ઝડપી બોલિંગ કરી છે.
મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.અને આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા અને અભિષેક શર્માએ 65 અને એડન માર્કરામે 56 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમે 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવી મેચ જીતી લીધી હતી. ટીમ માટે રિદ્ધિમાન સાહાએ 38 બોલમાં 68 રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયા 21 બોલમાં અણનમ 40 અને રાશિદ ખાન 11 બોલમાં અણનમ 31 રન બનાવીને અણનમ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.