આઈપીએલના વર્તમાન પોઈન્ટ ટેબલને ધ્યાનમાં રાખી ઘણુ બધુ સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ વર્ષે કઈ 4 ટીમો આઈપીએલના પ્લેઑફમાં એકબીજા સાથે ટકરાશે.અને આઈપીએલ 2022માં સૌથી વધુ પ્રભાવ બે નવી ટીમોએ છોડ્યો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સ અને કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ સારું પ્રદર્શન કરી રહી છે. આ બંને ટીમોનુ પ્લેઑફમાં પહોંચવુ નક્કી છે. જ્યાં ગુજરાતને અંતિમ 4માં સમાપ્ત કરવા માટે ફક્ત એક જીતવાની જરૂર છે. તો લખનઉની ટીમ બે જીતની સાથે પ્લેઑફમાં પાક્કુ સ્થાન કરી લેશે. અત્યારે ગુજરાત 11 મેચમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તો લખનઉની ટીમ 10 મેચમાં 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
તો ત્રીજી અને ચોથી ટીમ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોઇ શકે છે. રાજસ્થાન 10 મેચમાં 12 પોઈન્ટની સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. તો આરસીબી 11 મેચમાં 12 પોઈન્ટની સાથે ચોથા નંબરે છે.અને આ બંને ટીમોને સનરાઈઝર્સ હૈદ્રાબાદ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સને તગડી ટક્કર મળવાની છે. આ ત્રણેય ટીમોના અત્યાર સુધી 10-10 પોઈન્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.