IPL 2022, ગુજરાત ટાઈટન્સની શાનદાર જીત..

IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. અને ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન GTના બેટર રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો.અને તેવામાં 15 રનની અંદર 2 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક અને મેથ્યુ વેડ વચ્ચે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી. પરંતુ લખનઉના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાના ભાઈ તથા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઉટ કર્યો હતો. કૃણાલની ઓવરના પહેલા બોલ પર જ હાર્દિક લોફ્ટેડ શોટ મારવા ગયો હતો. જેનું ટાઈમિંગ ખાસ ન થતા લખનઉના મનીષ પાંડેએ તેનો કેચ પકડી લીધો હતો.અને તેવામાં શાનદાર લયમાં જોવા મળી રહેલા હાર્દિકની વિકેટ તેના જ ભાઈ કૃણાલે લીધી હતી.

વાનખેડેની પિચ પર કેપ્ટન હાર્દિકે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. તેવામાં સિઝનની પહેલી મેચમાં કોલકાતાના ઉમેશ યાદવે ચેન્નઈના બંને ઓપનર્સને આઉટ કરી દીધા હતા. જેના પરિણામે હવે મોહમ્મદ શમીએ પણ લખનઉના કેપ્ટન રાહુલ અને બેટર ડિકોકને આઉટ કરી મેચમાં મજબૂત પકડ બનાવી દીધી હતી.અને તેવામાં ગુજરાતની ટીમને ટોસ ફળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.