અત્યાર સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022મા અપરાજિત રહેલી ગુજરાત ટાઈટન્સ (GT)ને આખરે હારનો સામનો કરવો પડ્યો.અને ગુજરાત ટીમને ચોથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો.અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધની મેચમાં ગુજરાત ટાઈટન્સ ટાઈટન્સને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સનની મોટી પ્રતિક્રિયા સામે આવી છે.
મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે બેટિંગમાં મને લાગે છે કે અમે 7-10 રન શોર્ટ હતા. તેનાથી અંતે અંતર ઉત્પન્ન થઈ શકતું હતું. અમે બોલથી સારી શરૂઆત કરી પરંતુ જે બે ઓવરોમાં તેમણે 30 રન બનાવ્યા તેઓ ગેમમાં પાછા આવી ગયા. IPL મુશ્કેલ છે એટલે મેં (ઉમરાન મલિક વિરુદ્ધ) કંઈક સખ્તાઈ દેખાડવાનો પ્રયત્ન કર્યો. અને હેલમેટ પર લાગવાને લઈને કહ્યું કે એ બોલે મને જગાડી દીધો. તેણે (સનરાઇઝર્સ હૈદરબાદ) સારી બોલિંગ કરી અને પોતાની યોજનાઓ પર કાયમ રહ્યા. અમારે ભૂલોથી શીખવાની જરૂરિયાત છે.અને અમારી વચ્ચે વાતચીત થશે અને હસી મજાક થશે કેમ કે અમારી આગામી મેચ બે દિવસ બાદ થવાની છે.
મેચ બાદ પ્રતિક્રિયા આપતા કેન વિલિયમ્સને કહ્યું કે તેના હિસાબે મેચ ખૂબ શાનદાર હતી અને ગુજરાતની ટીમે પડકારપૂર્ણ સ્કોર ઊભો કર્યો હતો. તેની ((ગુજરાત) પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે. અમે પાર્ટનરશિપ કરવા માંગતા હતા. અમારી સામે ઘણા પ્રકારના પડકાર છે પરંતુ ટીમમાં ઉપસ્થિત ખેલાડી પોતાની ભૂમિકાને લઈને સ્પષ્ટ છે.અને લાઇન સાથે હિટ લગાવવા મુશ્કેલ હતા પરંતુ કેટલીક પાર્ટનરશિપના બદલે જીત હાંસલ કરવી શાનદાર રહ્યું. રાહુલને સંભવતઃ ક્રેમ્પ થયો છે અને તે જલદી જ રિકવર થઈ શકે છે.
મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી.અને ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યા નોટઆઉટ 50, અભિનવ મનોહર 35 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. 163 રનનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમ્સન 57, અભિષેક શર્મા 42 અને નિકોલસ પૂરનની મદદથી 19.1 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતું. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.