IPL 2022 હૈદરાબાદની માલકીન કાવ્યા મારન ફરી ચર્ચામાં આવી જાણો શુ કર્યું ???

સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમ આ વર્ષે ગત સિઝન કરતાં થોડું સારું પ્રદર્શન કરી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદએ આ સિઝનમાં સતત પ્રથમ બે મેચ હાર્યા બાદ સારી વાપસી કરી છે.અને સોમવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ગુજરાત ટાઇટન્સ ને 8 વિકેટે હરાવ્યું. આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીતી હતી.

હૈદરાબાદની ટીમની માલકીન કાવ્યા મારન ફરી ચર્ચામાં આવી છે અને બે મેચમાં સતત બે જીત બાદ ફરી એકવાર સનરાઈઝર્સ હૈદરાબાદની માલકીન કાવ્યા મારન ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ચાહકો કાવ્યા મારનના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કાવ્યા મારન ક્યારેય પોતાની ટીમનો સાથ નથી છોડતી અને દરેક પરિસ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરતી જોવા મળે છે. કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તેની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.

કાવ્યા મારન SRHના CEO છે. કાવ્યા મારન માત્ર ઓક્શન દરમિયાન જ નહીં પરંતુ IPL મેચ દરમિયાન પણ સ્ટેડિયમમાં જોવા મળે છે. કાવ્યા મારનને ક્રિકેટમાં ઘણો રસ છે અને આ સિવાય તેને મીડિયા સેક્ટર અને એવિએશનમાં પણ રસ છે. કાવ્યાએ 2019 માં સન ટીવી નેટવર્ક સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી કલાનિધિ મારને તેમની પુત્રીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરી. કાવ્યા સન ટીવી ગ્રુપની ડિજિટલ માર્કેટિંગ ટીમમાં સક્રિય સહભાગી છે. તેઓ સન NXT ના ડિજિટલ વિભાગ માટે પણ જવાબદાર છે. કાવ્યા સન NXTના વડા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.