IPL-2022: કોલકાતાને ફટકો આ ખેલાડીને ઇજા થવાના લીધે IPL માંથી થયો બહાર…

કોલકાતા નાઇટ રાઇડર્સનો પેસ બોલર પેટ કમિન્સ આઇપીએલની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. થાપાની ઈજામાંથી મુક્ત થવા માટે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે.અને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ સુકાની કમિન્સન નેશનલ ટીમના આગમી મહિનાના શ્રીલંકાના પ્રવાસ પહેલાં સંપૂર્ણ ફિટનેસ હાંસર કરવા માટે સિડની પરત ફર્યો છે.

કમિન્સે ચાલુ વર્ષે થયેલી હરાજીમાં કોલકાતાની ટીમે 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે કમિન્સને સંપૂર્ણ ફિટ થવા માટે લગભગ 15 દિવસ જેટલો સમય લાગી શકે છે.તેમજ ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા ઉપરાંત તે ઓસ્ટ્રેલિયાની વન-ડે અને ટી20 ટીમનો પણ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. કમિન્સે વર્તમાન આઇપીએલ સિઝનમાં માત્ર પાંચ મેચ રમી છે અને તેણે સાત વિકેટ ઝડપવા ઉપરાંત 6૩ રન બનાવ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સ સામે તેણે 14 બોલમાં નોંધાવેલા અણનમ 56 રન તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સનો ઓપનર પૃથ્વી શૉ લીગ સ્ટેજની બાકીની મેચો ગુમાવે તેવી સંભાવના છે. પૃથ્વી કોઇ બીમારીનો ભોગ બન્યો છે.અને ટીમના બેટિંગ કોચ શેન વોટસને જણાવ્યું હતું કે પૃથ્વીની બીમારીને જડમૂળમાંથી શોધવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. તેને છેલ્લા કેટલાક સપ્તાહથી સતત તાવ રહ્યા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.