કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને લખનઉં સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો હતો અને જે એલિમિનેટર મુકાબલામાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 14 રને હરાવ્યું છે. એલિમિનેટરમાં લખનઉંએ ટૉસ જીતીને બેંગલુરૂને પહેલા બેટિંગ આપી હતી. જેમાં બેંગલુરૂએ 20.0 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા.
આરસીબીની ટીમે લખનઉને 14 રને માત આપીને ક્વોલિફાયર માટે ટિકિટ ફાઇનલ કરી લીધી છે અને લખનઉ તરફથી કેએલ રાહુલે 79 રન અને દીપક હુડ્ડાએ 45 રનની ઇનિંગ રમી. બેંગલુરૂ તરફથી જોશ હેજલવુડે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી.
રજત પાટીદારે 54 બોલ પર અણનમ 112 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ રહ્યા અને ત્યારે દિનેશ કાર્તિકે અણનમ 37 અને વિરાટ કોહલીએ 25 રનોનું યોગદાન આપ્યું. લખનઉ તરફથી મોહસિન ખાન, રવિ બિશ્નોઈ, ક્રુણાલ પંડ્યા અને આવેશ ખાને 1-1 વિકેટ ઝડપી.
લખનઉં સુપર જાયન્ટ્સે પોઇન્ટ ટેબલમાં ત્રીજા અને બેંગલુરૂ ચોથા ક્રમે રહીને પ્લેઑફ માટે ક્વોલિફાય કર્યું હતું અને ત્યારે હવે આ મુલાબલાની વિજેતા ટીમ બેંગલુરૂનો બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રૉયલ્સનો સામનો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.