પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ શુક્રવારે અહીં રમાનારા આઇપીએલના લીગ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ સામે પોતાની ખામીઓ દૂર કરીને ફરીથી વિજયની રિધમ હાંસલ કરીને પ્લે ઓફમાં સ્થાન સુનિશ્ચિત કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ ટૂર્નામેન્ટમાં રમતના તમામ પાસામાં નીચલા સ્તરનું પ્રદર્શન કરીને પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી મુંબઇની ટીમ ગુજરાતની ગણતરી બગાડવાનો લક્ષ્યાંક રાખશે. ગુજરાતને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો.અને સુકાની હાર્દિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કરેલો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને તેની ટીમની રિધમ બ્રેક થઈ ગઈ હતી.
પંજાબ સામેના પરાજય બાદ પણ ગુજરાતની ટીમ 10 મેચમાં 16 પોઇન્ટ સાથે મોખરાના સ્થાને છે અને શુક્રવારે વિજય મેળવે તો તે પ્લે ઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની જશે. શુભમન ગિલ મોટી ઇનિંગ રમી રહ્યો નથી અને મેથ્યૂ વેડના સ્થાને રમાડવામાં આવી રહેલો રિદ્ધિમાન સાહા સારી શરૂઆથ કર્યા બાદ મોટી ઇનિંગ રમી શકતો નથી. સુકાની હાર્દિક પંડયા, ડેવિડ મિલર, તેવાટિયા તથા રાશિદ ખાન પણ પંજાબ સામે ઝળકી શક્યા નહોતા. આ ચારેય ખેલાડીઓ પાસેથી વધુ એક વખત મેચવિનિંગ પ્રદર્શનની આશા રાખવામાં આવશે. પંજાબ સામે ફ્લોપ રહ્યા બાદ મિલર, તેવાટિયા તથા રાશિદ ફરીથી બેટ દ્વારા મોટું યોગદાન આપવા માટે આતુર રહેશે. પેસ બોલર મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસનની ઝંઝાવાતી બોલિંગ કોઈ પણ ટીમ માટે મુશ્કેલી સર્જી શકે છે.અને રાશિદ ચુસ્ત સ્પેલ નાખી રહ્યો છે પરંતુ તે વિકેટ ઝડપી શક્યો નથી જે ગુજરાત માટે ચિંતાનું કારણ બન્યું છે.
મુંબઇની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોવાથી રોહિતની ટીમે હવે બાકીની મેચો પ્રતિષ્ઠા માટે રમવાની છે. રાજસ્થાન સામે પાંચ વિકેટે વિજય મેળવીને મુંબઇએ ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવ્યો હતો.અને બેટિંગ મુંબઇની મુખ્ય સમસ્યા બની છે અને બુમરાહ સહિત તમામ બોલર્સ સામાન્ય પ્રદર્શન કરી રહ્યા છે. કિરોન પોલાર્ડ વર્તમાન સિઝનમાં પોતાની ફિનિશરની ભૂમિકાને ન્યાય આપી શક્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.