IPL 2023 / કોહલી અને ગંભીર વચ્ચે થયો વિવાદ, જુઓ આ રીતે થઈ નવીન-ઉલ-હકની એન્ટ્રી..

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં IPL 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું અને આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે આ ઘટનાએ ફરી બતાવ્યું કે આ બંને ખેલાડીઓ વચ્ચે કંઈક બરાબર નથી અને આ સમગ્ર વિવાદ 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) મેચ બાદ થયો હતો. બેંગ્લોરે આ મેચ જીતી, લખનૌની ટીમ લો સ્કોરિંગ મેચ 18 રનથી હારી ગઈ. મેચ જીતવા માટે બેંગલુરુએ લખનૌને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને સામે જવાબમાં કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

થયું એવું કે મેચ પછી મેચ પછી બધા ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા એ બાદ જ આરસીબીના વિરાટ કોહલી, લખનૌના મેન્ટર ગૌતમ ગંભીર, લખનૌના ખેલાડી નવીન-ઉલ-હક એકબીજામાં લડતા જોવા મળ્યા હતા તેમજ જો કે આ અથડામણ પહેલા કોહલી અને ગંભીર બંને હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.