IPL 2024: ડેવિડ વિલીની જગ્યાએ મેટ હેનરીનો લખનૌની ટીમમાં સમાવેશ, પંજાબ સામેની મેચ પહેલા 75 લાખનો નફો!

લખનૌ સુપર જાયન્ટ્સે ડેવિડ વિલીના સ્થાને અન્ય એક વિદેશી ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે. ડેવિડ વિલીએ અંગત કારણોસર IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેના સ્થાને ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થયો છે. આ પરિવર્તન બાદ લખનૌ સુપર જાયન્ટ્સને 75 લાખનો ફાયદો થયો છે.

IPL 2024 માં પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે ડેવિડ વિલીનો ઓપ્શન શોધી લીધો છે. તેમણે ઈંગ્લેન્ડના ડેવિડ વિલીની જગ્યાએ ન્યૂઝીલેન્ડના મેટ હેનરીને સામેલ કર્યો છે. જેના કારણે લખનૌ ફ્રેન્ચાઈઝીને 75 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. લખનૌ ને આ રિપ્લેસમેન્ટની જરૂર એટલા માટે પડી કારણકે ડેવિડ વિલી IPL 2024માંથી બહાર થઈ ગયો હતો.

મેટ હેનરી LSGમાં ડેવિડ વિલીનું સ્થાન લેશે

અગાઉ એવા અહેવાલ હતા કે ડેવિડ વિલી ટૂર્નામેન્ટનો પ્રથમ હાફ જ નહીં રમે. પરંતુ હવે સમાચાર છે કે તે આખી IPLમાંથી બહાર થઈ જશે અને આ જ કારણ હતું કે લખનૌ ફ્રેન્ચાઈઝીએ તેના બદલે નવો ખેલાડી શોધવો પડ્યો. વિલી બહાર થવાના સમાચાર ખાનગી હોવાનું કહેવાય છે. ડેવિડ વિલી ડાબા હાથનો ખેલાડી હતો. જ્યારે તેના સ્થાને આવેલો મેટ હેનરી જમણા હાથનો ખેલાડી છે.

વિલીની જગ્યાએ હેનરી આવ્યો, 75 લાખનો નફો!

ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી IPLની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે ડેવિડ વિલીને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જે તેની મૂળ કિંમત હતી. હવે તેના સ્થાને ટીમમાં સામેલ થયેલા મેટ હેનરીને પણ LSGએ તેની મૂળ કિંમત રૂ. 1.25 કરોડમાં ખરીદ્યો છે. આ રીતે LSGએ વિલી અને હેનરી વચ્ચેની રકમના તફાવતમાં રૂ. 75 લાખની બચત કરી છે.

મેટ હેનરી પંજાબ અને ચેન્નાઈ તરફથી રમ્યો હતો

લખનૌમાં જોડાતા પહેલા ડેવિડ વિલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સંકળાયેલ હતો. જ્યારે મેટ હેનરીએ પણ IPL 2017માં પંજાબ કિંગ્સ માટે 2 મેચ રમી છે અને તેમાં 1 વિકેટ લીધી છે. પંજાબ કિંગ્સ સિવાય હેનરી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પણ હતો. મેટ હેનરીએ 25 ટેસ્ટ, 82 ODI અને 17 T20I મેચોમાં ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે, જ્યાં તેણે કુલ 250 થી વધુ વિકેટ લીધી છે. હવે જોવાનું એ રહે છે કે મેટ હેનરી આ સિઝનમાં મેદાન પર આવીને કેએલ રાહુલ માટે કમાલ કરતા જોવા મળે છે કે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.